DGCAએ શુક્રવારે એર ઇન્ડિયાના બોઇંગ 787 ડ્રીમલાઇનર કાફલાનું સલામતી નિરીક્ષણ કરવાનો આદેશ આપ્યો હતો. આ આદેશ 12 જૂનના રોજ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 241 લોકોના મોત થયાના એક દિવસ પછી જારી કરવામાં આવ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે દરેક ઉડાન પહેલાં બોઇંગના 787-8 અને 787-9 વિમાનનું નિરીક્ષણ કરવામાં આવશે. તમામ રિપોર્ટ DGCAને સુપરત કરવામાં આવશે.
DGCAએ એર ઇન્ડિયાને GenX એન્જિનવાળા બોઇંગ 787-8 અને 787-9 વિમાનોનું વધારાનું જાળવણી કરવા નિર્દેશ આપ્યો છે. આ આદેશ 15 જૂનથી અમલમાં આવશે. ટાટા ગ્રુપના એર ઇન્ડિયાના કાફલામાં 26 બોઇંગ 787-8 અને 7 બોઇંગ 787-9 છે.
બોઇંગ 787-8 ડ્રીમલાઇનર એ બોઇંગ દ્વારા ઉત્પાદિત એક આધુનિક, મધ્યમ કદનું, ટ્વીન-એન્જિન, પહોળું બોડી જેટ વિમાન છે. તે લાંબા અંતરની ફ્લાઇટ્સ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે અને જૂના બોઇંગ 767ને બદલવા માટે રજૂ કરવામાં આવ્યું હતું. તે એક ફ્યુલ એફિસિયન્ટ વિમાન છે.