ગાંધીનગરથી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગાંધીનગરથી મળેલ સૂચના મુજબ 3થી 17 ઓક્ટોબર સુધી ફૂડ સેફ્ટી પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન રૈયા ચોકડી પાસે આવેલ બચીસ કેન્ડીની તપાસ કરતા પેઢીના સ્થળ પર સંગ્રહ કરેલ મેન્યૂફેક્ચરિંગ ડેટ તથા યુઝ બાય ડેટ દર્શાવ્યા વગરની પડતર રહેલ માવા ફ્લેવરની 50 કેન્ડી (05 કિ.ગ્રા.)નો જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ તથા FSS Act-2006 મુજબ પેકિંગ કરેલ ખાદ્યચીજો પર લેબલિંગ કરવા બાબતે નોટિસ આપવામાં આવી હતી. આ ઉપરાંત માવો, બરફી, મઠ્ઠો સહિતના 20 નમૂના લેવામાં આવ્યા હતા. આ સાથે જ લાઇસન્સ વિના ખાણીપીણીના 2 ધંધાર્થીને નોટિસ આપવામાં આવી હતી.
રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા નવરાત્રિ તથા દશેરાના તહેવારોને અનુલક્ષીને અલગ-અલગ ફૂડ કેટેગરીની ચેકિંગ ડ્રાઈવ કરવામાં આવી છે. જે અંતર્ગત મીઠાઈ તથા દૂધની બનાવટની ખાદ્યચીજોના 20 નમૂના પૃથ્થકરણ માટે લેવામાં આવેલ છે.