વડોદરાના હરણી તળાવમાં ગુરુવારે બનેલી દુઃખદ ઘટનામાં 12 માસૂમ બાળકો અને 2 શિક્ષકના મોતની ઘટના બાદ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર પણ હરકતમાં આવ્યું છે. રાજકોટના ઈશ્વરીયા પાર્કમાં આવેલા તળાવમાં ચાલતી બોટિંગ ખાતે સુવિધા અંગે નાયબ મામલતદાર દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું અને અહીંયા લાઈફ જેકેટ સહિતની સુવિધા છે કે કેમ તદ ઉપરાંત સેફટી માટેના જરૂરી પ્રિકોશન્સ લેવામાં આવે છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી હતી જેમાં સબ સલામત હોવાનું સામે આવ્યું છે.
વડોદરાના હરણી તળાવમાં ગુરુવારે બનેલી દુર્ઘટનામાં સ્કૂલ પ્રવાસ અર્થે ગયેલા 12 માસુમ બાળકો અને તેમના 2 શિક્ષકોના ડૂબી જવાથી મોત થયા હોવાનું સમર આવ્યું છે જે બાદ આજે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું અને રાજકોટમાં આવેલ તળાવમાં ચાલતા બોટિંગ અંગે તપાસ કરવા સૂચના આપવામાં આવી હતી. રાજકોટ જિલ્લા કલેકટર હસ્તક રાજકોટ જામનગર રોડ પર આવેલ ઈશ્વરીયા પાર્ક ખાતે નાયબ મામલતદાર દ્વારા સ્થળ તપાસ કરી ઈશ્વરીયા પાર્કમાં ચાલતા બોટિંગ સેવાની રૂબરૂ સ્થળ તપાસ કરી હતી.