શહેરના કોઠારિયા વિસ્તારમાં સરકારી જમીન પર ખડકાયેલા 35 જેટલા મકાનોના ડિમોલિશન માટે તાલુકા મામલતદારે નોટિસ ફટકારાતાં અસરગ્રસ્તો સોમવારે કલેક્ટર કચેરી ખાતે દોડી આવ્યા હતા અને આ મામલે કલેક્ટરને આવેદન આપી વૈકલ્પિક વ્યવસ્થા કરવા રજૂઆત કરી હતી તેમજ ડિમોલિશનની નોટિસ આપવામાં તાલુકા મામલતદાર દ્વારા ભેદભાવ રખાતો હોવાનો પણ તેઓએ આક્ષેપ કર્યો હતો.
આ અંગે ભૂપત વશરામભાઇ નામના અરજદારે જણાવ્યું હતું કે આગામી સમયમાં તેમના સંતાનોની પરીક્ષા આવી રહી છે. હાલ કાળઝાળ ગરમી પડી રહી છે એટલે ડિમોલિશન ન કરવું તેમજ કોઠારિયામાં પાંચ જેટલા ઇંટોના ભઠ્ઠા ધમધમી રહ્યા છે. તેના પ્રત્યે તંત્ર કૂણું વલણ રાખતું હોવાનો આક્ષેપ કર્યો હતો.