રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા બુધવારે ડો.શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી માટે તોતિંગ ભાડું અને મેન્ટેનન્સ ખર્ચ નક્કી કરાતા કલાકાર સમુદાય માટે અન્યાયી હોવાની રાવ ઊઠી છે.
આર્ટ સોસાયટીના પ્રમુખ ઉમેશ કિયાડાએ વિરોધ કરતાં જણાવ્યું હતું કે, અગાઉ કલાકારો પાસેથી માત્ર રૂ.1000 ડિપોઝિટ લેવાતી હતી. પરંતુ હાલના નવા ઠરાવ મુજબ ભાડું, મેન્ટેનન્સમાં લગભગ 100 ગણો વધારો કરાયો છે. જે સામાન્ય કલાકાર માટે આપત્તિજનક છે.