રાજકોટ મ્યુ. કોર્પોરેશન દ્વારા વેસ્ટ ઝોનના મવડીમાં નવું ફાયર સ્ટેશન બનાવવાના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. વોર્ડ નં.11માં મવડી ટીપી સ્કીમ નં.28ના ફાઇનલ પ્લોટ નં.26-એ, 150 ફુટ રીંગ રોડ પર આ ફાયર સ્ટેશન બનાવવા બજેટમાં જોગવાઇ રાખવામાં આવી છે. જેમાં રૂ. 24.14 કરોડનો ખર્ચનો અંદાજ વિશાળ ફાયર સ્ટેશન માટે રાખવામાં આવ્યો છે. નવા વિકસતા વિસ્તારોમાં ઝડપથી મદદ પહોંચી શકે તે માટે હજુ અમુક ભાગમાં ફાયર સ્ટેશન બનાવવાની જરૂરીયાત છે. ખાસ પશ્ચિમ રાજકોટના છેડે નવા વિકાસ સાથે નવા ફાયર સ્ટેશનના કામ પણ આગળ વધારવામાં આવશે. ઉપરાંત સફારી પાર્ક સાથે લાલપરી-રાંદરડા તળાવને સાબરમતીની જેમ વિકસાવવા તૈયારી કરવામાં આવી છે. આ માટે રૂ. 17 કરોડનો ખર્ચ થાય તેમ છે. આ માટે વધુ એકવાર રિટેન્ડર કરાયું છે.