રાજકોટ શહેરના જામનગર રોડ ઉપર શિખર એપાર્ટમેન્ટમાં ભાડાના મકાનમાં રહેતા 36 વર્ષીય સ્વાતિબેન જસ્મીન લોહાણાએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતાનું મોટર સાયકલ લઈને જામનગર રોડ ઉપર નાગેશ્વર જૈન મંદિર પાસેથી પસાર થતા હતા.
ત્યારે અજાણ્યા બાઇક નંબર GJ 36 AH 4740ના ચાલકે રસ્તા પર અટકાવ્યા હતા અને પતિ સામે કરેલો ખાધા ખોરાકીનો કોર્ટમા કરેલો કેસ પરત લઈ લેજો નહિતર તને અને તારા છોકરાને જાનથી મારી નાખીશ એવી ધમકી આપી હતી.