રાજકોટના બેડીપરામાં પટેલ વાડીની સામે રહેતા હોસેનભાઇ સમાનો પુત્ર મહમદ (ઉ.વ.13) ગઇકાલે રાતના 9 વાગ્યે પોતાના ઘરે હતો ત્યારે પરિવારજનો નીચેના રૂમમાં બેઠા હતા અને પોતે ઉપરના માળે રૂમમાં જઇ દોરડાથી બાંધેલા હિંચકામાં હિંચકવા લાગ્યો હતો. જે બાદ હિંચકાની દોરી તેના ગળામાં ફસાઇ જતા ગળાફાંસો આવી જતા તે બેભાન થઇ ઢળી પડયો હતો. પુત્ર મોડે સુધી નીચે ન આવતા પરિવારજનો તપાસ કરવા જતા તે ગળામાં દોરી વીંટળાયેલી હાલતમાં બેભાન હાલતમાં પડયો હતો. જેને પરિવારજનોએ તાત્કાલીક 108 મારફતે સારવારમાં સીવીલ હોસ્પિટલમાં ખસેડાતા બાળકને ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતા બી ડીવીઝન પોલીસ સ્ટાફ હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડયો હતો. મૃતક બાળક ધો.7માં અભ્યાસ કરતો અને પરિવારના એકનો એક પુત્ર હતો. તેના પિતા દુકાનમાં નોકરી કરે છે. એકના એક પુત્રના મોતથી પરિવારમાં કલ્પાંત છવાયો હતો