સાગઠિયાના કાળમાં જોખમી બાંધકામોને કાયદેસર કરી દેવાયા

રાજકોટનાં TRP ગેમ ઝોન અગ્નિકાંડ બાદ પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર સાગઠિયાનાં એક પછી એક કૌભાંડ સામે આવી રહ્યા છે. જેમાં ઈમ્પેક્ટ ફીનાં નામે શાળા અને કોલેજો તેમજ હોસ્પિટલોને ડોમ બાંધવાનો છૂટો દોર અપાયો હોવાનું સામે આવ્યું હતું. 80 જેટલી શાળા-કોલેજો અને હોસ્પિટલ બિલ્ડિંગોમાં ડોમ બાંધ્યા બાદ ઈમ્પેક્ટ ફી ભરાય હોવાનું સામે આવ્યું હતું. આવી 100થી વધુ શાળાઓ હોવાનો સ્વીકાર કરી સ્ટેન્ડિંગ ચેરમેને તાત્કાલિક નોટિસ આપી કાર્યવાહીનાં આદેશો આપ્યા છે.

વિદ્યાર્થીઓની સુરક્ષા માટે મનપા તંત્ર કટીબદ્ધ
સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, ડોમ બાંધી ઇમ્પેક્ટ ફી ભરવામાં આવી હોય તેવી 100 કરતા વધુ શાળાઓ હોવાનું સામે આવ્યું છે. આ તમામ શાળાઓને નોટિસ આપી નિયમ મુજબ કાર્યવાહી કરવા આદેશો આપવામાં આવ્યા છે. ટૂંક સમયમાં આવી બધી શાળાઓ પરથી ડોમ હટાવી લેવામાં આવશે. જો ઇમ્પેક્ટ ફી ભરવામાં આવી હોય તો તે પરત આપીને પણ આવા ડોમ હટાવવામાં આવશે. વિદ્યાર્થીઓની સુરક્ષા માટે મનપા તંત્ર કટીબદ્ધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *