ચક્રવાત મિચોંગ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાયું

બંગાળની ખાડીમાંથી 2 ડિસેમ્બરે નીકળેલું ચક્રવાત મિચોંગ આંધ્રપ્રદેશ પહોંચી ગયુ છે. આજે બપોરે 1 વાગે વાવાઝોડું મિચોંગ આંધ્રપ્રદેશના બાપટલા નજીક નેલ્લોર-મછલીપટ્ટનમ વચ્ચે ટકરાયું છે. હવામાન વિભાગ (IMD) અનુસાર, આ દરમિયાન 90 કિલોમીટર પ્રતિ કલાક (KMPH)ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.

ચક્રવાતને લઈને આંધ્રપ્રદેશમાં હાઈ એલર્ટ છે. રાજ્ય સરકારે તિરુપતિ, નેલ્લોર, પ્રકાશમ, બાપટલા, કૃષ્ણા, પશ્ચિમ ગોદાવરી, કોનાસીમા અને કાકીનાડા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ 8 જિલ્લામાં NDRF અને SDRFની 5-5 ટીમો તહેનાત છે.

બીજી તરફ, તામિલનાડુમાં મંગળવારે વરસાદમાં ઘટાડો નોંધાયો હતો. સોમવારના વાવાઝોડાને કારણે ચેન્નાઈના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. રસ્તાઓ પર કાર તણાઈ રહી હતી. વિમાન એરપોર્ટ પર ભરાયેલા પાણીમાં ઊભું રહ્યું. 16 કલાક બાદ ચેન્નઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ફ્લાઈટની ઉડાન શરૂ થઈ ગઈ છે. 4 નવેમ્બરે રનવે પર પાણી ભરાઈ જવાને કારણે લગભગ 70 ફ્લાઈટ્સ કેન્સલ કરવી પડી હતી. 30 ફ્લાઈટને બેંગલુરુ ડાયવર્ટ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *