રાજકોટ મધ્યસ્થ જેલમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

​​​​​​​રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સાયબર અવેરનેસ સેમીનાર યોજાયો હતો. આ સેમીનારમાં સાયબર પોલીસ સ્ટેશન રાજકોટ શહેરના પો.ઈ. રિતિકા પઢીયાર, પો.ઈ. કે.પી.પટેલ તેમજ એ.એસ.આઈ જે.એમ.ખુંટ દ્વારા સોશ્યલ મીડિયા અને સાયબર સિક્યુરીટી અંગેના જોખમો અંગે જેલના અધિકારી/કર્મચારીઓને વિસ્તારથી માહિતગાર કરાયાં હતાં. ટેકનોલોજી વધવાની સાથે સાયબર ગુનાઓ બનતા હોય છે. સમાજમાં કેટલાય લોકો દરરોજ સાઇબર ફ્રોડનો ભોગ બનતા હોય છે ત્યારે તમામ લોકોની સાથે સાથે સરકારી કર્મચારીઓ અધિકારીઓ સાયબર ક્રાઇમ અંગે જાગૃત થાય અને તેનો ભોગ બનતા બચે તે માટે સાઇબર ક્રાઈમ વિભાગ દ્વારા અવારનવાર અવેરનેસ કાર્યક્રમ યોજાતા હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *