ઈરાન પર ઈઝરાયલના હુમલા બાદ ક્રૂડ ઓઈલના ભાવમાં 10%નો વધારો

ઇઝરાયલે 12 જૂને ઇરાનના પરમાણુ સ્થળો પર હવાઈ હુમલો કર્યો હતો, જેના કારણે ઓઈલના ભાવ અચાનક વધી ગયા છે. આવી સ્થિતિમાં સવાલ એ છે કે આ તણાવની સામાન્ય માણસના ખિસ્સા પર શું અસર થશે? શું પેટ્રોલ અને ડીઝલના ભાવ વધશે અને શેરબજાર ઘટશે?

ઇઝરાયલે 12 જૂને ઇરાનના પરમાણુ અને બેલિસ્ટિક મિસાઇલ પ્રોગ્રામને નિશાન બનાવીને હુમલો કર્યો. આ પછી, ઓઈલના ભાવમાં અચાનક વધારો થયો

આનું કારણ એ છે કે ઈરાન વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઓઈલ ઉત્પાદક દેશ છે. ઈરાનની જિયોલોજિકલ સ્થિતિ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે – તે સ્ટ્રેટ ઓફ હોર્મુઝના ઉત્તરી કિનારા પર છે.

આ એ રસ્તો છે જેના દ્વારા સાઉદી અરેબિયા, કુવૈત, ઇરાક જેવા દેશોમાં ઓઈલ સપ્લાય કરવામાં આવે છે. જો ઈરાન રોષે ભરાઈને આ રસ્તો બ્લોક કરે છે, તો વિશ્વનો 20% ઓઈલ પુરવઠો અટકી શકે છે.

હુમલાના સમાચાર મળતાની સાથે જ બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ 10% વધીને 78 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગયો. યુએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (WTI) પણ 10% વધીને 74 ડોલરને પાર કરી ગયો. તેમાં આગળ પણ વધારો થવાની ધારણા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *