ગોંડલમાં પાનની દુકાનમાં જ ક્રિકેટ સટ્ટો રમાડાતો હતો

ગોંડલમાં ક્રિષ્ના પાન દુકાનનમાં ક્રિકેટ સટ્ટો રમતો માલિક હિરેન કાનાબારને પોલીસે પકડી મોબાઈલ, ટીવી મુદામાલ કબજે કર્યો હતો.

ગોંડલ સીટી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ જાડેજા, કોન્સ્ટેબલ ભાવેશ સાસીયા, રણજીત બોરડ અને હરેશ લુણી સ્ટાફ સાથે પેટ્રોલીંગમા હતા, દરમ્યાન ગોંડલમાં નાની બજારમાં આવેલ ક્રિષ્ના પાન નામની દુકાન ચલાવતો હિરેનભાઈ કાનાબાર પોતાની દુકાનમા પોતાના આઈપીએલ સિરિઝના ક્રિકેટ મેચો ઉપર મોબાઇલ ફોનમા આઈ.ડી. દ્રારા સોદા કરી ક્રિકેટના સટ્ટાનો જુગાર રમાડે છે.તેવી ચોક્કસ બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી ત્યાં હાજર હિરેન કાનાબારને અટકમાં લઈ દુકાનમા એક મોનીટર ઉપર લાઇવ આઇપીએલ 20-20 ના ચેન્નાઈ સુપર કિંગસ અને કિંગ્સ 11 પંજાબ વચ્ચે મેચ ચાલતો હોય જે લાઇવ મેચ જોય પોતાના મોબાઇલમા સોદા નાખતો હતો.

જેથી શખ્સ પાસે રહેલ મોબાઇલ જોતા તેમાં ક્રીકેટ મેચનો સ્કોર ગૂગલ ક્રોમ બાઉઝરમાં ગોલ્ડ 365 વેબસાઇટમાં આઇડી ચાલુ હોય જેમાં વિગત જોતા યુઝર નેમ gdhiren6043 તથા પાસવર્ડ dhiren123 લખેલ જોવામાં આવેલ જે બાબતે પકડાયેલ ઇસમને પુછતા gdhiren6043 એ પોતાનું આઈડી છે. જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી મોબાઈલ, ટીવી સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *