બે સંતાનના પિતાને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

રાજકોટની 14 વર્ષીય સગીરા ઉપર દુષ્કર્મ આચરવાના કેસમાં કોર્ટે બે સંતાનના પિતાને આજીવન કેદની સજાનો હુકમ કર્યો છે. કાલાવડના હરીપર ગામે રહેતા આરોપી મુકેશ સોંદરવાએ પ્રથમ સગીરાનું અપહરણ કર્યું હતું અને પછી દુષ્કર્મ આચાર્યું હતું. આ કેસમાં ભોગ બનનાર સગીરાને સરકારમાંથી રૂપિયા 3 લાખનું વળતર ચુકવવા પણ કોર્ટે આદેશ કર્યો છે.

સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું ગત તા. 25.06.2022ના રોજ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા ફરિયાદીએ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમની 14 વર્ષની દીકરીને તેના કાયદેસરના વાલીપણામાંથી આરોપી અપહરણ કરી લઈ જઈ તેમની સગીર વયની દીકરી સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવ અંગેની ફરિયાદ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે આરોપી મુકેશ બીજલભાઇ સોંદરવાની ધરપકડ કરી જેલહવાલે કરી અને આરોપી વિરુદ્ધ ગુનાને લગતો પૂરતો પુરાવો મળી આવતા આરોપી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કર્યું હતું.

સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવી મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન પણ લેવાયું ચાર્જશીટ થયા બાદ કેસમાં પુરાવો શરૂ થતા સરકાર તરફે સરકારી વકીલે ફરિયાદી તથા ભોગ બનનાર સગીરબાળાની પોક્સો અદાલતમાં સોગંદ ઉપર જુબાની લેવામાં આવી હતી અને તેઓએ તેમની જુબાનીમાં કોર્ટ સમક્ષ બનાવની સંપૂર્ણ હકીકત વર્ણવેલ અને સગીરાએ આરોપીને ઓળખી બતાવ્યો હતો. સગીરાએ સોગંદ ઉપર જણાવ્યું હતું કે, તેણીનું અપહરણ કરી તેણી ઉપર આજ આરોપીએ બળજબરીથી દુષ્કર્મ ગુજાર્યું છે. આ પછી સગીરાનું મેડિકલ ચેકઅપ પણ કરાવવામાં આવ્યું હતું અને CRPC કલમ-164 અન્વયેનું મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન પણ લેવામાં આવ્યું છે.

સરકારી વકીલે કેસમાં દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા પ્રોસિક્યુસન દ્વારા આ કેસમાં ડોક્ટર તથા તપાસ કરનાર પોલીસ અધિકારીની જુબાની લેવામાં આવી હતી તેઓની જુબાનીથી પણ પ્રોસિક્યુસનના કેસને સંપૂર્ણ સમર્થન મળ્યું હતું તથા સરકારી વકીલ દ્વારા આ કેસમાં દસ્તાવેજી પુરાવાઓ રજૂ રાખવામાં આવ્યા હતા. જેમાં ફરિયાદ તથા સગીર બાળાનું જન્મનું પ્રમાણપત્ર તથા મેડિકલ સર્ટિફિકેટ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના રિપોર્ટ અહેવાલો પંચનામા વગેરે દસ્તાવેજી પુરાવો સરકાર તરફે રજૂ રાખવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *