થાઇલેન્ડની બંધારણીય અદાલતે પીએમ પિટોંગટાર્ન શિનાવાત્રાને તેમના પદ પરથી સસ્પેન્ડ કરી દીધા છે. તેમના પર કંબોડિયન નેતા હુન સેન સાથે ફોન પર વાત કરવાનો આરોપ છે. આ વાતચીતમાં તેમણે થાઇ સેનાના કમાન્ડરની ટીકા કરી હતી. થાઇલેન્ડમાં આ એક ગંભીર બાબત માનવામાં આવે છે કારણ કે ત્યાં સેનાનો ઘણો પ્રભાવ છે.
આ વાતચીત લીક થયા બાદ દેશભરમાં ગુસ્સો ફેલાઈ ગયો. કોર્ટે 7-2ના માર્જિનથી PMને પદ પરથી દૂર કર્યા. કોર્ટે કહ્યું કે તેમની સામેની ફરિયાદની તપાસ કરવામાં આવશે. જો તેઓ દોષિત સાબિત થાય છે, તો તેમને કાયમ માટે પદ પરથી દૂર કરી શકાય છે.
PMએ તેમની સામે નૈતિકતાના ઉલ્લંઘનનો કેસ સ્વીકારી લીધો છે અને હવે તેઓ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી વડાપ્રધાન તરીકે કામ કરી શકશે નહીં. આ મામલે અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી, નાયબ વડાપ્રધાન ફુમથમ વેચાયચાઈ સરકાર ચલાવશે.