રાજકોટના ભરણપોષણ ચડત રકમ વસૂલાતના એક કેસમાં પકડ વોરંટની બજવણીમાં બેદરકારી બદલ એક તબક્કે ફેમિલી કોર્ટને અમદાવાદના પોલીસ કમિશનરનો પગાર એટેચ કરવાનો ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસે એટેચ કરવાનો હુકમ કરવો પડ્યો હતો અને ત્યારબાદ અમદાવાદ પોલીસ કમિશનરના આદેશથી સામાવાળા પતિને પકડીને કોર્ટમાં હાજર કરવા હુકમ કરાયો હતો અને તેમાં કોર્ટે સામાવાળા પતિને 120 દિવસ જેલની સજાનો હુકમ કર્યો હતો.
રાજકોટના કંચનબેન હસમુખભાઇ દલવાડિયાએ ફેમિલી કોર્ટમાં તેમના પતિ હસમુખ કાનજી દલવાડિયા સામે સીઆરપીસી કલમ-125 હેઠળ ભરણપોષણ મેળવવા માટે અરજી કરી હતી. જે અરજી હેઠળ ફેમિલી કોર્ટે દર મહિને રૂ.7 હજાર ચૂકવવા આદેશ કર્યો હતો. કોર્ટના હુકમ બાદ પણ પતિ હસમુખ દલવાડિયા ભરણપોષણની ચડત રકમ રૂ.3.76 લાખ નહીં ચૂકવતા કંચનબેને રિકવરીની અરજી અદાલતમાં કરી હતી. જે અન્વયે ફેમિલી કોર્ટે સામાવાળાને સમન્સ ઇસ્યૂ કર્યું હોવા છતાં દરકાર કરેલ નહીં જેથી અરજદાર કંચનબેનના વકીલ શકુંતલાબેન યુ.પરમારની અરજીથી ફેમિલી કોર્ટ દ્વારા અમદાવાદ પોલીસ કમિશનરને રિકવરી વોરંટ મોકલવામાં આવ્યું હતું જેની બજવણી માટે કોઇ કાર્યવાહી ન થતાં ફેમિલી કોર્ટે અમદાવાદના પોલીસ કમિશનરને શો-કોઝ નોટિસ તથા રિમાઇન્ડર બે વખત મોકલ્યું હતું. તેમ છતાં પોલીસ કમિશનરે સામાવાળાને પકડીને કોર્ટમાં રજૂ નહીં કરતાં ફેમિલી કોર્ટ દ્વારા ગંભીર નોંધ લેવાઇ હતી અને પોલીસની આવી વર્તણૂક કોર્ટ ઓફ મિસ કન્ડક્ટ ગણાય તેવું ઠરાવી ફેમિલી કોર્ટે આઇજીપીને અમદાવાદ પોલીસ કમિશનરની પગારની રકમ એેટેચમેન્ટમાં લેવા પોલીસ કમિશનરને કોર્ટમાં ખુલાસો કરવો તેવો હુકમ કર્યો હતો. ત્યારબાદ પોલીસ કમિશનર દ્વારા સામાવાળા હસમુખ કાનજી દલવાડિયાની ધરપકડ કરી રિકવરી વોરંટની બજવણી કરવામાં આવી હતી અને ફેમિલી કોર્ટમાં રજૂ કરાયો હતો. ફેમિલી કોર્ટે પતિ હસમુખ દલવાડિયાને ભરણપોષણની રકમ ન ભરવા સબબ 120 દિવસ સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.