542 લોકસભા સીટની મતગણતરી શરૂ

542 લોકસભા સીટોની મતગણતરી ટૂંક સમયમાં શરૂ થશે. પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે, ત્યારબાદ ઈવીએમ ખોલવામાં આવશે. આગામી બે કલાકમાં નવી સરકારની સ્થિતિ લગભગ સ્પષ્ટ થઈ જશે.

મંદિરોથી લઈને પાર્ટી ઓફિસ સુધી હવન-પૂજા કરવામાં આવી રહ્યા છે. લાડુથી લઈને પુરી-શાકની તૈયારીઓ થઈ રહી છે. ભાજપ કાર્યાલયમાં પુરી અને બુંદીનાં લાડવા બનાવવામાં આવી રહ્યા છે.

16 માર્ચે ચૂંટણી પંચે 7 તબક્કામાં 543 લોકસભા બેઠકો માટે મતદાનની તારીખોની જાહેરાત કરી હતી. વડાપ્રધાન મોદીની વારાણસી સહિત 57 બેઠકો પર 19 એપ્રિલથી મતદાન શરૂ થયું હતું, જે 1 જૂને સમાપ્ત થયું હતું. 44 દિવસની આ ચૂંટણી 1952 પછી સૌથી લાંબી હતી. તે 1952માં 4 મહિના સુધી ચાલી હતી. અગાઉ તે સામાન્ય રીતે 30થી 40 દિવસમાં સમાપ્ત થતી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *