રાજકોટ શહેરના જૂના માર્કેટિંગ યાર્ડ નજીક આરટીઓ પાસે ધરતી ટ્રેડર્સ નામની દુકાનમાંથી મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા થોડા સમય પહેલા લેવાયેલા કપાસિયા તેલના નમૂના ફેઇલ જતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ‘ધરતી ટ્રેડસ’ માંથી ખાદ્યચીજ આસોપાલવ પ્રીમિયમ ક્વોલિટી રિફાઈન્ડ કોટનસીડ ઓઇલ (પેક્ડ બોટલ)નો નમૂનો લઇ તપાસ માટે ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો અને તપાસ બાદ પૃથક્કરણ રિપોર્ટમાં B.R રીડિંગ અને આયોડિન વેલ્યૂ ધારાધોરણ કરતાં વધુ તથા સેપોનીફિકેશન વેલ્યૂ ધારાધોરણ કરતાં ઓછી મળી આવતા નમૂનો “સબસ્ટાન્ડર્ડ” (ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે એજ્યુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.શુક્રવારે ફૂડ વિભાગે 150 ફૂટ રિંગ રોડ પર ઓમનગર સર્કલ પાસે ગેલ કોમ્પ્લેક્સમાં આવેલી ગુરૂકૃપા એજન્સીમાંથી ગાયત્રી પ્યોર સીંગતેલ અને કેસરી બ્રાન્ડ સીંગતેલના બે નમૂના લીધા હતા.