હાલ રાજ્યમાં ધીમે ધીમે કોરાના પગપેસારો કરવા લાગ્યો છે. રાજકોટ શહેરમાં આજે(29 મે, 2025)વધુ 5 કેસ નોંધાયા છે. આ પહેલા 28 મેના રોજ 6 કેસ નોંધાયા હતા. જેને પગલે આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયું છે અને ટેસ્ટિંગ તથા ટ્રેસિંગ સહિતની કામગીરી ઝડપી કરવામાં આવી છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કેસનો આંક વધીને 195 થઈ ગયો છે. જેમાં સૌથી વધુ 131 કેસ માત્ર અમદાવાદ શહેરમાં જ છે.
અત્યારસુધી સત્તાવાર રીતે માત્ર એક દર્દીમાં નવો વેરિયન્ટ મળી આવ્યો છે. રાહતની વાત એ પણ છે કે, કોવિડના મોટાભાગના દર્દી હાલ ઘરમાં જ સારવાર હેઠળ છે. તબીબોના મતે, કોવિડની સ્થિતિ નિયંત્રણ હેઠળ છે અને ડરવાની કોઈ જરૂર નથી.
જના નવા કેસો સાથે રાજકોટમાં કોરોનાના કુલ કેસનો આંકડો 16 પર પહોંચી ગયો છે. જેમાંથી 15 દર્દી હાલ સારવાર હેઠળ છે. જ્યારે એક દર્દી સંપૂર્ણ સ્વસ્થ થઈ ચૂક્યા છે. હાલ શહેરના વિવિધ વિસ્તારોમાંથી કેસ નોંધાઈ રહ્યા હોય નાગરિકોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.