ફેસબુક ફ્રેન્ડ સાથે કોર્ટ મેરેજ માટે ઇસ્લામ ધર્મ અપનાવ્યો

અલવરથી પોતાના બોયફ્રેન્ડ પાસે પાકિસ્તાન પહોંચેલી અંજુએ ઈસ્લામ કબૂલ કરીને લગ્ન કરી લીધા છે. ઈસ્લામ અપનાવ્યા બાદ તેણે પોતાનું નવું નામ ફાતિમા રાખ્યું છે. સમાચાર એજન્સી PTIએ આ દાવો કર્યો છે. બંનેએ પેશાવરની સ્થાનિક કોર્ટમાં લગ્ન કર્યા છે.

34 વર્ષની અંજુ હાલમાં તેના બોયફ્રેન્ડ 29 વર્ષીય નસરુલ્લાહ સાથે પાકિસ્તાનમાં રહે છે. 2019માં બંને વચ્ચે ફેસબુક પર મિત્રતા થઈ હતી. અંજુના આ બીજા લગ્ન છે, તે બે બાળકોની માતા પણ છે.

મોહરર સિટી પોલીસ સ્ટેશનના એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને PTIએ દાવો કર્યો હતો કે લગ્ન કરનાર અંજુ અને નસરુલ્લા ડીયર બાલા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પહોંચ્યા હતા, તેમની સાથે કેટલાક પોલીસ અધિકારીઓ, વકીલો અને નસરુલ્લાના પરિવારના સભ્યો પણ હતા.

PTIએ મલાકંદ ડિવિઝનના ડીઆઈજી નાસિર મેહમૂદ સત્તીને ટાંકીને કહ્યું કે બંનેના લગ્ન થઈ ગયા છે. તેણે જણાવ્યું કે લગ્ન બાદ અંજુને પોલીસ સુરક્ષા હેઠળ એક ઘરમાં શિફ્ટ કરવામાં આવી છે.

અંજુ મધ્યપ્રદેશની છે, 2007માં લગ્ન કર્યા હતા
પ્રેમમાં પાકિસ્તાન પહોંચેલી અંજુના પતિ અરવિંદે જણાવ્યું કે તેમનો પરિવાર મૂળ બલિયા (યુપી)નો છે. પત્ની અંજુ ગ્વાલિયર (મધ્યપ્રદેશ)ની રહેવાસી છે. બંનેએ 2007માં લગ્ન કર્યા હતા. અરવિંદ મૂળભૂત રીતે ખ્રિસ્તી છે, જ્યારે અંજુના પિતાએ તેમના લગ્નના થોડા વર્ષો પહેલા ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *