કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા કર્નલ અનુમા આચાર્ય રાજકોટમાં

એસોસિએટેડ જર્નલ લિમિટેડ- યંગ ઇન્ડિયન-નેશનલ હેરાલ્ડ મનીલોન્ડરીંગ કેસની ચાર્જશીટમાં 661 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવાની માંગણી કરી તપાસ દરમિયાન ઇડીએ આ સંપત્તિ ટાંચમાં લીધી છે અને ઇડીએ વિવિધ કલમો હેઠળ આરોપીઓને સજા આપવાની માંગણી કરી છે. ઉલ્લેખનીય છે કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ કોઈપણ આર્થિક ગેરરીતિ કરી હોવાના ઇડીના આક્ષેપો નકાર્યા હતા.

આ મામલે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા કમાન્ડર અનુમા આચાર્ય આજે રાજકોટની મુલાકાતે આવ્યા હતા અને રાજકોટમાં તેઓએ પત્રકાર પરિષદ યોજી ભાજપ પર પ્રહારો કર્યા હતા. તેમને ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી જયારે જયારે ડરે છે ત્યારે ત્યારે ED અને CBIને આગળ ધરી દે છે

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા કમાન્ડર અનુમા આચાર્યએ જણાવ્યું હતું કે, નેશનલ હેરાલ્ડ મુદ્દો ભાજપ દ્વારા ધ્યાન ભટકાવવાનો, ગેરમાર્ગે દોરવાનો અને તથ્યોને વિકૃત કરવાનો પ્રયાસ છે. દેશ સામેના મહત્વના મુદ્દાઓ પરથી લોકોનું ધ્યાન હટાવવા માટે ભાજપ કામ કરી રહી છે. તાજેતરમાં કોંગ્રેસ પક્ષના ઐતિહાસિક ગુજરાત અધિવેશનથી ડરી સત્તા લાલચુ ભાજપ દ્વારા ફરીથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) તેમના મનપસંદ ગુનાહિત રિકવરી મશીન કોંગ્રેસ પાર્ટી પર ઉતારી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કોંગ્રેસ સંસદીય દળના પ્રમુખ વિરૂદ્ધ દાખલ કરાયેલ કહેવાતી ચાર્જશીટ. સોનિયા ગાંધી અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી સામેનું રાજકીય કાવતરું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *