ખેડૂતોને વળતર અપાવવા 28મીથી કોંગ્રેસનું આંદોલન

છેલ્લા ચાર દિવસથી પડતા વરસાદને કારણે તૈયાર પાકને નુકશાન થતા ખેડૂતો પાયમાલ થઇ ગયા છે ત્યારે કોંગ્રેસે ખેડૂતોને પુરતુ વળતર ચુકવવા અને 140 ટકાથી વધારે વરસાદ પડયો છે તેવા 104 તાલુકામાં લીલો દુષ્કાળ જાહેર કરવા કોંગ્રેસે માગ કરી છે.કોંગ્રેસે ખેડૂતોને વળતરના મુદ્દે 28 ઓકટોબરે આંદોલનની જાહેરાત કરી છે. 25 ઓકટોબરે ખેડૂત મહાપંચાયત યોજાશે અને તેમાં દિલ્હીથી યોગેન્દ્ર યાદવ અને કુસ્તીબાજ બજરંગ પુનિયા આવશે. આ પછી 6 નવેમ્બરે સૌરાષ્ટ્રના ખેડૂતોનું મહાસંમેલન યોજવાની જાહેરાત કરાઇ છે.

કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ લલિત કગથરા, રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિની પ્રમુખ લલિત વસોયા, ધારાસભ્ય ર્ડા.કિરીટ પટેલ અને ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ કહ્યું હતું કે, એનસીઆરબીના અહેવાલ પ્રમાણે ખેડૂતોમાં આત્મહત્યાનું પ્રમાણ 11 ટકા વધ્યું છે ત્યારે છેલ્લા 10 વર્ષમાં ઉદ્યોગપતિઓના 25 લાખ કરોડ માફ કરનાર સરકાર ખેડૂતોના દેવા માફ કરતી નથી. ખેડૂતો માટેની પી.એમ.ફસલ વિમા યોજના બંધ કર્યા પછી હોનારતો સામે ખેડૂતોને રક્ષણ મળતું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *