ધોરાજી ધોરાજી નગરપાલિકા દ્વારા રોડ રસ્તાના કામ શરૂ તો કરવામાં આવ્યા છે પરંતુ નબળી કામગીરી થતી હોવાથી આ મામલે કોંગ્રેસ પ્રમુખ દ્વારા ભષ્ટ્રાચારનો આક્ષેપ કરાયો છે અને અમુક કામ બંધ કરાવી ગુણવત્તા જાળવીને કામ શરૂ કરવા માગણી કરી છે. ધોરાજી નગરપાલિકા દ્વારા રોડ રસ્તાના કામ શરૂ થતા નબળી કામગીરી મામલે કોંગ્રેસ પ્રમુખ દ્વારા ભષ્ટ્રાચારનો આક્ષેપ કરાયો છે વોડ નં 9 માં નગર પાલિકા દ્વારા બનાવામાં આવતા નવા રોડ રસ્તાનું કામ નબળું કરતા પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ બંધ કરાવ્યું હતું ધોરાજી શહેરમાં લોકો છેલ્લા બે વર્ષથી રોડ રસ્તાના પ્રશ્નો ભોગવી રહ્યા છે ત્યારે અંતે નવા કામ શરૂ થતા તેમાં પણ લોટ પાણીને લાકડા જેવી સ્થિતિ સર્જાય છે ત્યારે ગૂણવતાસભર રોડ રસ્તા ની કામગીરી હાથ ધરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.
ધોરાજી નગરપાલિકામાં છેલ્લા બે વર્ષથી વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે અને રોડ રસ્તાના પ્રશ્નો લોકો છેલ્લા બે વર્ષથી જન આંદોલન કરી રહ્યા હતા અને પ્રજાનો ભારે આક્રોશ પણ જોવા મળી રહ્યો હતો, પરંતુ પ્રજાને જે પ્રકારે પ્રજાલક્ષી કામો થવા જોઈએ તે તૈયાર નહોતા અને ભારે જન રોષ બાદ રાજ્ય સરકારે નગરપાલિકાને રોડ રસ્તા બાબતે ગ્રાન્ટ આપતા દિવાળી બાદ નવા કામો શરૂ થયા છે જેમાં સીસી રોડ તેમજ પેવર રોડ ના કામ શરૂ થતા ની સાથે જ ભારે ભ્રષ્ટાચાર થતો હોય અને નબળા કામ થતા હોય તેવી લોક ફરિયાદો ઉઠવા પામી છે.