ટ્રાન્સપોર્ટ હડતાલને કારણે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જણસીનો ભરાવો

ગોંડલ માર્કેટયાર્ડમાં ત્રણ કટા (120 કિલો) નવું લસણ આવ્યું છે. નવા લસણના મુહૂર્તના ભાવ 20 કિલોના રૂ. 3051/- બોલાયા છે. વિસાવદર તાલુકાના લીમધરા ગીર ગામના ખેડૂત રાહુલભાઈ ભંડેરી નવું લસણ લઈને ગોંડલ યાર્ડમાં આવ્યા હતા. સતાધાર કોર્પોરેશનના પિયુષભાઈ બાબરીયા અને હાર્દિકભાઈ સદાદીયાએ નવા લસણની ખરીદી કરી છે. મુહૂર્તના સોદો કરી ખેડૂતો અને વેપારીઓને મોં મીઠા કરાવવામાં આવ્યા હતા. નવા લસણની આવક શરૂ થઈ જતા ખેડૂતો અને વેપારીએ રાહતનો શ્વાસ લીધો છે. ગોંડલ માર્કેટયાર્ડમાં દેશભરમાંથી વેપારી લસણ ખરીદવા માટે આવે છે.

ટ્રાન્સપોર્ટ હડતાલની અસર ગોંડલ યાર્ડમાં જોવા મળી છે. ગોંડલ યાર્ડમાં કપાસ, મરચા અને તલીની આવક બંધ કરવામાં આવી છે. ટ્રાન્સપોર્ટરોના હડતાલને કારણે માર્કેટિંગ યાર્ડમાં જણસીનો ભરાવો થઈ ગયો છે. ટ્રાન્સપોર્ટ હડતાલને કારણે ટ્રકના ટાયર થંભી જતા ત્રણ જેટલી જણસીની આવક બંધ કરવામાં આવી છે.

ટ્રકોના પૈડા થંભી જતા યાર્ડની બંને બાજુ છથી સાત કિલોમીટર વાહનોની લાઈન હતી. ઓલ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ એસોસિએશનની ટ્રક હડતાલના કારણે મરચા, કપાસ અને તલીની હરાજી ચાલુ કરવામાં આવી જ નથી. માર્કેટ યાર્ડમાં જણસી ઉતારવા માટે જગ્યા ન હોવાથી હરાજી બંધ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *