જસદણના પારેવાળા ગામે રાજકોટના આધેડની ખેતીની જમીન વાવવા રાખ્યા બાદ ખાલી ન કરનાર પારેવાળાના ખેડુત સામે લેન્ડ ગ્રેબિંગની ફરીયાદ થઇ છે.બનાવની મળતી પ્રાપ્ત વિગતો અનુસાર મુળ જસદણ તાલુકાના પારેવાળા ગામના વતની અને હાલ રાજકોટ રહેતા હિતેષભાઇ લાખાભાઇ આલગાએ આરોપી કેશુ લાલદાસ રામાવત રે. પારેવાળા ગામ સામે ભાડલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદીની પારેવાળા ગામના રે. સ. નં. 181 નવા રે. સ. નં. 173 પૈકી એકની 14 વીઘા જેટલી જમીન આરોપીને ભાગમાં વાવવા આપી હતી. ત્યારબાદ ફરીયાદીએ ભાગમાં જમીન વાવવાના ના પાડી જમીન ખાલી કરવાનું કહેતા આરોપીએ જમીન ખાલી ન કરી કોઇપણ જાતના હક્ક-દાવા વગર ગેરકાયદેસર રીતે કબજો કરી લઇ બળજબરીથી પચાવી પાડી હતી.
આ અંગે ફરીયાદીએ જીલ્લા કલેકટરને લેન્ડ ગ્રેબીંગની અરજી કરતા જીલ્લા કલેક્ટરના હુકમ બાદ ઉકત શખ્સ સામે ફરીયાદીએ ભાડલા પોલીસ મથકમાં ફરીયાદ કરી હતી. વધુ તપાસ ગોંડલના ડી. વાય. એસ. પી. કે. જી. ઝાલા ચલાવી રહ્યા છે.રાજકોટના જમીનમાલિકે શખ્સ સામે ફરિયાદ કરી