શહેરમાં કોઠારિયા સોલવન્ટ પાસે શીતળાધાર નજીક સરકારી ખરાબામાં ઇંટોના ભઠ્ઠાનું કામ કરતાં આધેડની ઓરડીમાં તોડફોડ કરી ત્રણ શખ્સે મારકૂટ કરી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.
150 ફૂટ રોડ પર આસ્થા ચોકડી પાસે આંબેડકરનગરમાં રહેતા ખીમજીભાઇ વાલજીભાઇ પરમારે ફરિયાદ કરી હતી. જેમાં આરોપી તરીકે વિકો ભરવાડ, તેજસ ભરવાડ અને એક અજાણ્યા શખ્સનું નામ આપ્યું હતું. ફરિયાદમાં જણાવ્યું હતું કે, કોઠારિયા સોલવન્ટ પાસે સરકારી ખરાબામાં ઇંટોના ભઠ્ઠા રાખી ઇંટો વેચવાનો ધંધો કરતા હોય હું અને મારા ભાઇ ઇંટોના ભઠ્ઠે હતા ત્યાર બાદ અમે ચા-પાણી પીવા માટે ગયા હતા ત્યાર બાદ તેના ભઠ્ઠે આવતા વિકો, તેજસ અને એક અજાણ્યો મારી ઓરડીના પતરાં ફેંકી દઇને ઓરડીમાં તોડફોડ કરતા હોય જેથી તેને સમજાવવા જતા ત્રણેય શખ્સે મારકૂટ કરી હતી અને વિકાએ જણાવેલ એકને તો છરી ઘાલીને આવ્યો છું. આ ભઠ્ઠાવાળી જગ્યા મૂકીને જતો રહેજે નહીંતર જાનથી મારી નાખીશ કહી પથ્થરના ઘા કરી હુમલો કર્યો હતો. જેથી દેકારો કરતા મારા મોટા ભાઇ વશરામભાઇ સહિતના ત્યાં આવીને તેઓને સમજાવતા તેઓ નાસી ગયા હતા.