ગોંડલ સિવિલ હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજ બે મહિનાથી બંધ હાલતમાં!

ગોંડલ સિવિલ હોસ્પિટલમાં આશરે દોઢથી બે મહિનાથી કોલ્ડ સ્ટોરેજ બંધ હાલતમાં છે. ગોંડલ સિવિલ હોસ્પિટલમાં 2 બોડી સમાવેશ થાય તેવું ફ્રીજ છે પણ બંધ હાલતમાં હોવાથી શોભાના ગઠિયા સમાન બની રહ્યા છે. જેના કારણે અનેક બિનવારસી બોડી, પરપ્રાંતિય લોકોની બોડી રઝડી પડે છે.

આ પહેલાં જુલાઈ મહિનામાં પણ એક બિનવારસી બોડી આવી હતી તેને કોલ્ડ સ્ટોરેજમાં રાખી હતી. ત્રણ દિવસ બાદ એ બોડી બહાર કાઢતાં બોડી પર ઈયળો જામી હતી અને અતિ દુર્ગંધ ફેલાઈ હતી. ગત દિવસે ગોંડલના ઘોઘાવદર રોડ પરથી એક બિનવારસી બોડી મળી આવી હતી. આ મૃતકની ડેડ બોડી સવારથી રઝળી પડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *