CM ભૂપેન્દ્ર પટેલે રામલલ્લાનાં દર્શન કર્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અયોધ્યા પહોંચ્યા હતા. અહીં તેમણે રામલલ્લાનાં દર્શન કર્યા હતા. અયોધ્યામાં દર્શનાર્થીઓનું ઘોડાપૂર ઊમટ્યું. ત્યારે દરેક રાજ્યના ભવન બનાવવા માટે ઉત્તરપ્રદેશ સરકારે જમીન ફાળવી છે. ગુજરાતી ભવન જ્યાં બનવાનું છે એ જમીન જોવા માટે મુખ્યમંત્રી પટેલ જશે. એ પહેલાં તેઓ અયોધ્યામાં ગુજરાત ટૂરિઝમની ઓફિસનું ઉદઘાટન કરશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સવારે 9.30 વાગ્યે રામકથા પાર્ક હેલિપેડ પર ઊતર્યા. અહીં તેઓ અયોધ્યામાં નિર્માણ થનારા વિવિધ રાજ્યોના ગેસ્ટહાઉસ માટે ચિહ્નિત થયેલી જમીનનું નિરીક્ષણ કરશે. આ જમીન ગ્રીન ફિલ્ડ સિટી વિસ્તારમાં છે, જેને નવ્યા અયોધ્યા કહેવામાં આવે છે. લગભગ 18 એકર જમીન પર સ્થિત નવી અયોધ્યામાં ઘણા દેશો સહિત દેશનાં ઘણાં રાજ્યોએ તેમના ગેસ્ટહાઉસ ખોલવામાં રસ દર્શાવ્યો છે. અયોધ્યામાં ગુજરાતી મંદિરો અને ગુજરાતી ધર્મશાળાઓ છે. ગુજરાતમાંથી દર વર્ષે લગભગ 5 લાખ શ્રદ્ધાળુ અયોધ્યા પહોંચે છે.

ગુજરાતી ટૂરિઝમની ઓફિસનું પણ ઉદઘાટન કરશે
અયોધ્યા જઈને મુખ્યમંત્રીએ હનુમાનગઢીમાં દર્શન કર્યા હતાં. ત્યાર બાદ તેઓ ભગવાન શ્રીરામનાં દર્શન કરવા માટે રવાના થયા હતા. ત્યાર બાદ તેમણે મંદિર નિર્માણનું નિરિક્ષણ કર્યું હતું. અયોધ્યા ખાતે ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા દરેક રાજ્યને ભવન બનાવવા માટે જમીન ફાળવી છે. ત્યાં ગુજરાત ભવન માટે પણ જમીન ફળવાઈ છે, જેથી આ જમીન જોવા માટે પણ મુખ્યમંત્રી જશે. આ પહેલાં તેઓ અયોધ્યામાં ગુજરાતી ટૂરિઝમની ઓફિસનું પણ ઉદઘાટન કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *