CM ભજન લાલની કારને અકસ્માત નડ્યો

રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માની કારનું વ્હીલ રોડની બાજુની નાળીમાં ઉતરી ગયું. આ પછી અધિકારીઓએ તરત જ બીજું વાહન મગાવ્યું અને સીએમને મોકલ્યા. આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી.

સીએમ બન્યા બાદ ભજનલાલ શર્મા પહેલીવાર મંગળવારે ભરતપુર પહોંચ્યા હતા. તેઓ કાર્યકરોને મળ્યા હતા. સાંજે લગભગ 7.30 વાગ્યે તેઓ ભરતપુરથી તેમની પત્ની ગીતા શર્મા સાથે યુપીના ગોવર્ધનજીના દર્શન કરવા માટે નીકળ્યા હતા.

ગોવર્ધનમાં પ્રવેશતા પહેલાં જ પૂછરીના લોઠા મંદિર રાજસ્થાન બોર્ડર પાસે આવે છે. તેઓ રાત્રે લગભગ 8.15 વાગ્યે મંદિરે પહોંચ્યા હતા. અહીં વળતી વખતે કારનું વ્હીલ રોડની બાજુમાં આવેલી નાળીમાં ઉતરી ગયું હતું. સીએમ પણ એ જ બાજુ બેઠા હતા. ભજનલાલ શર્મા જ્યાં બેઠા હતા તે બાજુથી વાહનનો એક ભાગ નમી ગયો. ડીઆઈજી એસપી બ્રજેશ જ્યોતિએ કહ્યું- આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી. મુખ્યમંત્રી સુરક્ષિત છે. તેમને બીજી કારમાં મોકલવામાં આવ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *