વડોદરા રેલવે મંડળ ખાતે સ્વચ્છતા પખવાડિયાની શરૂઆત

પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ ખાતે સ્વચ્છતા પખવાડિયાની શરૂઆત કરવામાં આવી છે. વડોદરા મંડળ રેલ પ્રબંધક જીતેન્દ્રસિંહેની હાજરીમાં તમામ રેલ-કર્મચારીઓ અને અધિકારીઓને સ્વચ્છતા અંગે શપથ લેવડાવ્યા હતા. આ દરમિયાન તમામે વાર્ષિક 100 કલાક શ્રમદાન કરી સ્વચ્છતાના સંકલ્પને ચરિતાર્થ કરવાના શપથ લીધા હતા.

સ્વચ્છતની શરૂઆત આપણાથી કરવી પડશે
ડી.આર.એમ. જીતેન્દ્રસિંહે જણાવ્યું કે, આપણે ગંદકી દૂર કરી ભારત માતાની સેવા કરવાનો સંકલ્પ લેવાનો છે. તે માટે આપણે સ્વચ્છતા પ્રત્યે જાગ્રત રહેવા સાથે તે માટે સમય પણ આપવો પડશે. આપણે આની શરૂઆત આપણા પોતાનાથી, પરિવારથી, શેરી-મહોલ્લાથી, ગામથી તેમજ આપણા કાર્યસ્થળથી કરવી જોઇએ. એ માટે આપણે નિશ્ચય કરવો જોઇએ કે ન તો હું ક્યાંય ગંદકી ફેલાવીશ અને ન તો બીજાને ફેલાવવા દઇશ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *