શહેરી વિસ્તારમાં હોસ્પિટલ તેમજ ક્લિનિક, લેબોરેટરી અને ડિસ્પેન્સરીની બોમ્બે નર્સિંગ હોમ રજિસ્ટ્રેશન એક્ટ હેઠળ મનપામાં નોંધાય છે. જોકે ધી ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ 2021 અને ધી ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ રૂલ્સ 2022 અમલમાં આવી જતા હવે મનપામાં નોંધણી બંધ કરવામાં આવી છે અને તે હવે ઓનલાઈન કરી દેવાઈ છે.
એલોપેથી, આયુર્વેદ, હોમિયોપેથી, સિદ્ધ અને યુનાની સેવાઓ આપતી તબીબી સંસ્થાઓએ નોંધણી કરાવવી ફરજિયાત છે જે માટે રાજકોટ શહેરીની તમામ તબીબી સંસ્થાઓને https://clinicalestablishment.gipl.in વેબસાઈટ પર લોગીન કરીને સત્વરે રજિસ્ટ્રેશન કરાવવા માટે મનપાને સૂચના આપી છે. જો કોઇ સંસ્થામાં બાયોમેડિકલ વેસ્ટ જનરેટ ના કરતું હોય તો તે અંગેની બાંહેધરી રજૂ કરવા અને જો બિલ્ડિંગની હાઈટ 9 મીટર કરતાં ઓછી અને 500 સ્ક્વેર મીટર કરતાં ઓછી હોય તો પણ તેની બાંહેધરી રજૂ કરવાની રહેશે.