CISF મહિલા જવાને ​​​​કંગનાને લાફો ઝીંકી દીધો!

તાજેતરમાં હિમાચલ પ્રદેશના મંડીથી લોકસભા ચૂંટણી જીતનાર કંગના રનૌતે ચંદીગઢ એરપોર્ટ પર તૈનાત એક CISF મહિલા જવાન પર થપ્પડ મારવાનો આરોપ લગાવ્યો છે.

કંગના રનૌતે આ મામલે ફરિયાદ કરી છે અને મહિલા જવાનને નોકરીમાંથી હટાવવાની અને તેની સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. કંગનાને મારનાર જવાનનું નામ કુલવિંદર કૌર હોવાનું કહેવાય છે. ચૂંટણી જીત્યા બાદ કંગના રનૌત ભાજપની બેઠકમાં હાજરી આપવા વિસ્તારા એરલાઈન્સની ફ્લાઈટ Uk707માં દિલ્હી જઈ રહી હતી, ત્યારે સુરક્ષા તપાસ દરમિયાન તેમની એક CISF મહિલા જવાન સાથે બોલાચાલી થઈ હતી.

આ ઘટના ગુરુવારે બપોરે 3.30 કલાકે બની હતી. કંગના રનૌત એરપોર્ટ સિક્યોરિટી ચેકમાંથી નીકળી રહી હતી ત્યારે CISF મહિલા જવાને ​​​​​​ તેના પર હાથ ઉઠાવ્યો હતો. આ મામલે કંગના રનૌતે ફરિયાદ પણ નોંધાવી છે. કંગનાને થપ્પડ મારનાર CISF જવાન તેના ખેડૂતોના આંદોલન દરમિયાન આપવામાં આવેલા નિવેદનથી દુઃખી હતી. અત્યારે એરપોર્ટ પર હાજર સિક્યોરિટીએ કુલવિંદરને કમાન્ડન્ટના રૂમમાં બેસાડી રાખી છે. કંગના દિલ્હી જવા રવાના થઈ ગઈ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *