એઇમ્સ હોસ્પિટલના કેમ્પસમાં વીજશોક લાગતાં બાળકનું મોત

જામનગર રોડ પર એઇમ્સ હોસ્પિટલના કેમ્પસમાં લેબર કોલોનીમાં રહેતા અને મૂળ બિહારના અર્જુનભાઇ દાસના છ વર્ષનો પુત્ર તેના ઘર પાસે રમતો હતો ત્યારે અચાનક બેભાન થઇ જતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જેનું સારવાર દરમિયાન મોત નીપજતા જમાદાર મયૂરસિંહ સહિતે તપાસ કરતાં મૃતક બે ભાઇમાં મોટો હોવાનું અને હોસ્પિટલના કેમ્પસમાં રમતા બોર્ડમાં અડી જતા વીજશોક લાગવાથી બાળકનું મોત થયાનું બહાર આવતા પોલીસે વધુ કાર્યવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *