નવાગામ બસ સ્ટેશન પાસે રહેતા બિહારી પરિવારનું બાળક ઘર પાસે અન્ય બાળકો સાથે રમતાં રમતાં પાણી ભરેલા નાળામાં પડી ડૂબી જતાં તેનું મોત નીપજતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. નવાગામમાં રહેતા બિપીનભાઇ મોહતોનો છ વર્ષનો પુત્ર ઘર પાસે રમતાં રમતાં પાણી ભરેલા નાળામાં પડી જતા અન્ય બાળકોએ જાણ કરતાં તેની માતા અને પિતાએ તેને બહાર કાઢી સિવિલમાં ખસેડાયો હતો. જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
કુવાડવા પોલીસ મથકના જમાદાર લક્ષ્મણભાઇ સહિતે તપાસ કરતા મૃતક બાળક બેભાઇ એક બહેનમાં નાનો અને તેના માતા-પિતા મજૂરીકામ કરતાં હોવાનું પરિવારે જણાવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.