લોધિકાના હરીપર તરવડા ગામે રહેતો દિનેશ લાલુભાઇ મખોડિયા (ઉ.વ.10) તેના ગામની સીમમાં પાણી ભરેલા ખાડામાં નહાવા ગયો હતો તે દરમિયાન ઊંડા પાણીમાં ગરક થઇ જતા ગામના લોકોએ જાણ કરતા ફાયરબિગ્રેડ સ્ટાફે બહાર કાઢયો હતો. બનાવની જાણ થતા લોધિકા પોલીસે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડી કાર્યવાહી કરી હતી. પોલીસની તપાસમાં મૃતક બાળક અન્ય ત્રણ બાળકો સાથે નહાવા માટે ગયો હતો.
દરમિયાન પાણીમાં પડેલો દિનેશ બહાર નહીં આવતા અન્ય બાળકોએ ઘેર જઇને જાણ કરી હતી. જેથી સરપંચ અને ગ્રામજનોએ ફાયરબિગ્રડને જાણ કરી હોવાનું જણાવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.