ચેન્નઈએ 7 વર્ષ પછી 180+ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો

ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)એ IPL ની 57મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) પર 2 વિકેટથી રોમાંચક જીત મેળવી છે. ટીમે 19.4 ઓવરમાં 8 વિકેટે 180 રનના ટાર્ગેટ ચેઝ કર્યો. કેપ્ટન એમએસ ધોની 17 રન બનાવીને અણનમ રહ્યો.

ડેવાલ્ડ બ્રેવિસે 25 બોલમાં 52 રન અને શિવમ દુબેએ 40 બોલમાં 45 રન બનાવ્યા. ઉર્વિલ પટેલે 11 બોલમાં 31 રન બનાવ્યા. વૈભવ અરોરાએ 3 વિકેટ લીધી. હર્ષિત રાણા અને વરુણ ચક્રવર્તીને 2-2 વિકેટ મળી હતી.

ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે કોલકાતાએ ટૉસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને 20 ઓવરમાં 6 વિકેટે 179 રન બનાવ્યા. કેપ્ટન અજિંક્ય રહાણેએ 48 રન બનાવ્યા. આન્દ્રે રસેલે 38 રન અને મનીષ પાંડેએ અણનમ 35 રનનું યોગદાન આપ્યું. CSKના નૂર અહેમદે 4 વિકેટ લીધી

ચેન્નઈએ આ મેચ 2 વિકેટથી જીતી લીધી છે. ધોનીએ 20મી ઓવરના પહેલા બોલ પર સિક્સર ફટકારીને જીત પર મહોર લગાવી. ત્યારબાદ અંશુલ કંબોજે ચોગ્ગો ફટકારીને ટીમને વિજય અપાવ્યો.

ચેન્નઈની આ જીતથી કોલકાતા માટે આગળનો રસ્તો મુશ્કેલ બની ગયો છે. હવે નાઈટ રાઈડર્સ ફક્ત 15 પોઈન્ટ સુધી પહોંચી શકશે, જેનો અર્થ એ થયો કે ટીમને અન્ય પર આધાર રાખવો પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *