રાજકોટમાં આજી-1 અને કોઠારીયા રોડ સબડિવિઝન અંતર્ગત 12 જેટલા વિસ્તારમાં 35 ટિમ દ્વારા ચેકીંગ શરુ

મેં મહિના બાદ હવે જૂન મહિનાની શરૂઆત થતા બીજા સપ્તાહની શરૂઆતથી PGVCL દ્વારા દરોડા કામગીરી શરૂ કરવામાં આવી છે. આજે ફરી રાજકોટ શહેરમાં સતત ત્રીજા દિવસે વહેલી સવારથી PGVCLની કોર્પોરેટ ટિમ દ્વારા રાજકોટ સીટી સર્કલ ડિવિઝન 1 હેઠળ વિસ્તારમાં અલગ અલગ 35 ટિમો દ્વારા વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે પાછલા મેં મહિના દરમિયાન PGVCL દ્વાર રાજકોટ શહેરમાં અલગ અલગ વિસ્તરોમાં દરોડા પાડી કુલ 1.14 કરોડથી વધુની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી હતી. જયારે છેલ્લા બે દિવસમાં 60.82 લાખની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી છે.

રાજકોટ શહેરી વિસ્તારમાં વીજ ચેકીંગ અંગે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. મેં મહિના બાદ જૂન મહિનાની શરૂઆત થતા બીજા સપ્તાહની શરૂઆત થતાની સાથે જ રાજકોટ શહેરી વિસ્તારમાં વહેલી સવારથી આજે સતત ત્રીજા દિવસે અલગ અલગ 35 ટિમો દ્વારા ગંજીવાડા, રાજારામ સોસાયટી, ગુજરાત હાઉસિંગ બોર્ડ, ભગવતી સોસાયટી, લાખાજીરાજ સોસાયટી, જંગલેશ્વર અને ગાંધી સોસાયટી સહીતના વિસ્તારમાં વીજ ચોરી ઝડપી પાડવા કવાયત શરૂ કરવામાં આવી છે. જેમાં કુલ 3 ફીડરો આવરી લેવામાં આવ્યા છે. આજની ચેકીંગ ડ્રાઇવમાં કુલ 4 વિડીયો ગ્રાફર, 19 લોકલ પોલીસ અને 13 SRPનો સમાવેશ કરવામાં આવ્યો છે.

છેલ્લા બે દિવસ ચેકીંગ દરમિયાન કુલ 60.82 લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી છે જેમાં સોમવારે 36 ટિમો દ્વારા 678 કનેક્શન ચેક કરી તેમાંથી 99 ક્નેક્શનમાંથી કુલ 28.79 લાખની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી હતી. તથા મંગળવારે 33 ટિમો દ્વારા 659 કનેક્શન ચેક કરી તેમાંથી 82 ક્નેક્શનમાંથી કુલ 30.02 લાખની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી હતી. જયારે આજે પણ ચેકીંગ દરમિયાન લાખોની વીજચોરી ઝડપાઇ તેવી પુરી શક્યતા સેવાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *