RTIમાં ગોપનીય માહિતી આપી દેતા સૌરાષ્ટ્ર-કચ્છના PGVCLના 11 અધિકારી-કર્મચારીને ચાર્જશીટ

PGVCL દ્વારા 46 ડિવિઝનમાં વિદ્યુત સહાયકની ભરતી કરવા માટે ગત વર્ષે પરીક્ષા લેવામાં આવી હતી. જોકે, તે પરીક્ષા 400 જેટલા વિદ્યુત સહાયકની ભરતી માટે લેવામાં આવી હતી અને 6 હજારથી વધુ ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી. આ દરમિયાન વિદ્યુત સહાયકની ભરતી માટે પરીક્ષા આપતા ઉમેદવારો દ્વારા 46 ડિવિઝનમાં ખાલી જગ્યાઓ બાબતે RTI કરવામા આવી હતી. જેમાં 371 જેટલી જગ્યાઓ ખાલી હોવાની માહિતી પ્રાપ્ત થતાં ઉમેદવારોએ રાજકોટમા PGVCLની વડી કચેરી ખાતે 5 દિવસ સુધી ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે ધરણાં કરવામા આવ્યા હતાં. જોકે, તે સમયે PGVCLના અધિકારી કટારાએ RTIમાં અપાયેલી માહીતી ખોટી છે. આ દરમિયાન અધિકારીઓ- ર્મચારીઓને નોટિસ બાદ હવે ચાર્જશીટ આપવામા આવી છે.

રાજકોટની PGVCLની વડી કચેરી સામે તાજેતરમાં વિદ્યુત સહાયકની ભરતી કરવાની માગણી સાથે શરૂ કરવામાં આવેલા આંદોલનમાં રાજકોટ ગ્રામ્ય સહિત સૌરાષ્ટ્રના 8 ડિવિઝન અને કચ્છના 4 ડિવિઝનના 12 કર્મચારી અને અધિકારીઓએ RTIમાં ગોપનીય માહિતી આપવાના બનાવમાં વીજ તંત્ર દ્રારા કારણદર્શક નોટિસ અપાયા બાદ હવે 11 કર્મચારીઓને ચાર્જશીટ આપવામાં આવતા વીજ કર્મચારીઓમાં સોંપો પડી ગયો છે. વીજ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ વિદ્યુત સહાયકો દ્વારા 45 ડિવિઝનમાંથી માહિતી અધિકાર હેઠળ કેટલી જગ્યા ખાલી છે? તેની માહિતી માગવામાં આવી હતી. તેમાંથી 33 ડિવિઝનમાંથી જવાબ આપવામાં આવ્યો હતો. જયારે 12 ડિવિઝનમાંથી ગોપનીય માહિતી હતી, તેની માહિતી પણ RTIમાં આપી દેવામાં આવી હતી. આ માહિતીને આધાર બનાવી ઉમેદવારો દ્વારા ધરણા-સૂત્રોચ્ચાર શરૂ કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *