વાતાવરણમાં પલટો, ગરમી ઘટી, તાપમાન 41 ડિગ્રીએ પહોંચ્યું

અરબી સમુદ્રના ઉત્તર-પૂર્વ અને રાજસ્થાનના દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં અપર એર સાયક્લોનિક સરક્યુલેશન અને મધ્યપ્રદેશથી લઇને ગુજરાત અને મહારાષ્ટ્ર સુધી ટ્રફની સિસ્ટમ સક્રીય થઇ છે. જેની અસરોથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેથી રાજકોટ સહિત રાજ્યમાં તાપમાનનો ગરમીનો પારો ગગડયો છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાથી હળવા વરસાદની વકી છે.

સાયક્લોનિક સરક્યુલેશન અને ટ્રફની સિસ્ટમથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજકોટમાં રવિવારે મહત્તમ તાપમાન 41 ડિગ્રી અને લઘુતમ તાપમાન 26.2 ડિગ્રી નોંધાયું હતું. આગામી 3 દિવસો દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *