છોટાઉદેપુરમાં નકલી કચેરી કૌભાંડ મામલે ચૈતર વસાવા ગર્જ્યા

ગુજરાતમાં અત્યારસુધીમાં ઘણીવાર નકલી સરકારી અધિકારી કે નકલી પોલીસ પકડાઈ ચૂકી છે, પરંતુ હવે આખેઆખી કાગળ પર જ ખોટી સરકારી કચેરી ઊભી કરીને કરોડોનું કૌભાંડ આચરવામાં આવતું હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ મામલે પોલીસે 2 આરોપીની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરાતાં તેમના 12 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. નકલી સરકારી ઓફિસ ઊભી કરી 4.15 કરોડના કૌભાંડ મામલે હવે રાજનીતિ શરૂ થઈ છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સરકાર અને સરકારના નેતાઓ તેમજ અધિકારીઓ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે.

છોટાઉદેપુર જિલ્લામાં કાર્યપાલક ઇજનેર સિંચાઈ પ્રોજેક્ટ ડિવિઝન બોડેલી નામની ખોટી સરકારી કચેરી ઊભી કરી આદિજાતિ વિભાગના પ્રાયોજના વહીવટદારની કચેરીમાંથી 93 કામ માટે ગ્રાન્ટ મેળવી 4.15 કરોડનો સરકારને ચૂનો ચોપડવાના મામલામાં વિપક્ષ સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા છોટાઉદેપુર ખાતે આવી કાર્યકર્તાઓ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. ત્યાર બાદ એક પ્રેસ-કોન્ફરન્સ યોજી અધિકારીઓ તેમજ ભાજપના નેતાઓ પર ગંભીર આક્ષેપો લગાવ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *