ધોરાજીના ઝાંઝમેર ગામમાં અસામાજિક તત્વો અને બુટલેગર કોઇ પણ જાતના ખોફ વગર બેફામ બન્યા છે અને ચોકે ચોકે બિન્દાસ્ત દેશી દારૂના હાટડાં ખોલી નાખવામાં આવ્યા હોવાથી સામાન્ય માણસો માટે જીવવું મુશ્કેલ બની ગયું હોઇ, જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ભાનુબેન ભીખાભાઇ બાબરિયાએ જિલ્લા કલેક્ટરને રૂબરૂ મળીને આવેદન આપી અસામાજિક તત્વોની રંજાડ ઘટે અને દારૂના હાટડાં બંધ થાય તે માટે સંબંધિતોને આદેશ આપવા યોગ્ય કાર્યવાહી કરવા માગણી કરી છે.
ગામમાં સામાન્ય માણસનું જીવવું દુષ્કર બની ગયું છે અને બાળકોનું જાણે ભવિષ્ય જ રહ્યું નથી. બહેન દીકરીઓની સલામતી સામે ગંભીર પ્રશ્નાર્થ સર્જાયો છે. પોલીસની કોઇ ધાક વગર ચારે બાજુ દારૂની વહેતી નદી વચ્ચે ગામ જાણે મીની દીવ સમાન બની ગયુ છે.આથી અનુ.જાતિના લોકોની અરજ સ્વીકારવા અરજ કરાઇ છે અને સાથે સાથે આ વેદનમાં એમ પણ ઉમેરવામાં આવ્યું હતું કે મારા પતિ તાલુકા પંચાયતના સદસ્ય હતા અને તેમનું તાજેતરમાં જ અવસાન થયું છે, અવસાનના આગલી રાતે અમારા ઘર પાસે યોગીરાજસિંહ ઉદભા ચુડાસમા, રણજિત ગોપાલભાઇ વાઘેલા, વિક્કી જયસુખલાલ સોલંકી વગેરે ઉભા હતા અને અપશબ્દો બોલતા હોઇ તેમને અટકાવતાં આ શખ્સોએ મારા પતિને ગાળાગાળી કરી જાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા અને બાદમાં ઘર પર પથ્થરમારો કરીને ચાલ્યા ગયા હતા અને બીજા દિવસે ઝાંઝમેર જૂથ સેવા સહકારી મંડળીની ચુંટણીમાં મા પતિ મતદાન કરવા ગયા ત્યારે મારા પતિએ યોગીરાજના પિતા ઉદભાને રાતની ઘટનાની જાણ કરતાં તેમણે ગાળાગાળી કરી માનસિક ત્રાસ આપતાં મારા પતિ ચોકમાં જ ઢળી પડ્યા હતા અને મોત નીપજયું હોઇ,
ઉપરાંત અહીં પુનિત રવજી બગડા ઉર્ફ જોન્ટી ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરે છે અને તેમના પત્ની ઝાંઝમેરના મહિલા સરપંચ છે આથી પોલીસ તેમનો વાળ પણ વાંકો કરી શકતી નથી. આવા ખૌફમાંથી ગામને મુક્ત કરાવવા માગણી છે.