મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ સેમીફાઈનલમાં ભારતે ન્યુઝીલેન્ડને 70 રનથી હરાવ્યું હતું. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 4 વિકેટે 397 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 48.5 ઓવરમાં 327 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
સદી ફટકાર્યા બાદ વિરાટે સચિન તેંડુલકરને નમન કર્યું બતુ, વિરાટે પત્ની અનુષ્કા શર્માને ફ્લાઈંગ કિસ પણ કરી હતી. ઈંગ્લેન્ડના પૂર્વ સ્ટાર ફૂટબોલર ડેવિડ બેકહમ સેમીફાઈનલ જોવા માટે આવ્યા હતા અને વિરાટ કોહલીને પણ અભિનંદન પાઠવ્યા હતા.
ટીમ ઈન્ડિયાના ઓપનર શુભમન ગિલ ઈજાગ્રસ્ત થયા બાદ ફરીથી બેટિંગ કરવા માટે આવ્યો હતો. મેચના હીરો મોહમ્મદ શમીએ ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સનનો કેચ છોડ્યો અને પછી તેની વિકેટ પણ ઝડપી હતી.