રાજકોટમાં મનોદિવ્યાંગો સંગ દિવાળીની ઉજવણી

દીપાવલીનું પર્વ એટલે ખુશીઓનું પર્વ. સામાન્ય જનતા તો આ તહેવાર ઉજવે છે, પરંતુ મનોદિવ્યાંગો પણ સામાન્ય લોકોની જેમ આ તહેવાર ઉજવી શકે તે માટે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દીપાવલીની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટની સમાજ સુરક્ષા કચેરી દ્વારા સંચાલિત માનસિક ક્ષતિવાળા બાળકોના ગૃહ ખાતે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા દીપોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા વહિવટી તંત્ર દ્વારા પપેટ શો, મેજિક શો બતાવાયા અને મીઠાઈ વિતરણ કરવામાં આવી હતી.

રાજકોટ જિલ્લા વહિવટી વહીવટી તંત્ર દ્વારા સંસ્થાના દિવ્યાંગ બાળકો સાથે દિવાળી પર્વની ઉજવણી કરી બાળકોને રોશનીના પર્વની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આ તકે પપેટ શો, મેજિક શો તથા આતશબાજી કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા. આ સાથે જ તમામ બાળકોને મીઠાઈનુ વિતરણ કરવામા આવ્યુ હતુ અને આ રીતે દિવાળીની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *