સીબીઆઇસી ઑટોમેટેડ સિસ્ટમ લૉન્ચ કરશે

સેન્ટ્રલ બોર્ડ ઑફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ (CBIC) કરન્સી એક્સચેન્જ રેટ્સ પ્રકાશિત કરવા માટેની ઓટોમેટેડ સિસ્ટમને 4 જુલાઇએ લૉન્ચ કરશે. ઑનલાઇન એક્સચેન્જ રેટ ઓટોમેશન મોડ્યૂલ સિસ્ટમ નોટિફિકેશન દ્વારા એક્સચેન્જ રેટ્સને સૂચિત કરવાની હાલની મેન્યુઅલ પ્રક્રિયાને બદલશે.

ERAMએ વેપારની સગવડતા તરફ એક મહત્ત્વપૂર્ણ પગલું છે કારણ કે 22 કરન્સીના વિનિમય દરો હવે તમામ આયાતકારો અને નિકાસકારો દ્વારા વપરાશમાં સરળતા માટે અગાઉથી ઓનલાઇન પ્રકાશિત કરવામાં આવશે. આ વિનિમય દરો ICEGATE વેબસાઇટ પર મહિનામાં બે વાર એટલે કે મહિનાના પહેલા અને ત્રીજા ગુરુવારની સાંજે ઉપલબ્ધ કરાવવામાં આવશે અને તે પછીના દિવસની મધ્યરાત્રિથી અમલમાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *