આસ્થાના અપમાનમાં ઓરી ફસાયો!

બોલિવૂડના સોશિયલાઇટ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઓરી ઉર્ફે ઓરહાન અવત્રામણિ મુશ્કેલીમાં મુકાયો છે. કટરા પોલીસે ઓરી સહિત 8 લોકો સામે વૈષ્ણોદેવીમાં દારૂ પીવા બદલ ફરિયાદ નોંધી છે. કાયદા અનુસાર, કટરામાં દારૂ વેચવા, રાખવા અને પીવા પર સખત પ્રતિબંધ છે.

ઓરી અને તેના મિત્રો પર માતા વૈષ્ણોદેવીના મંદિર પાસે કટરા સ્થિત એક હોટલમાં દારૂ પીવાનો આરોપ લાગ્યો છે. આરોપીઓમાં એક રશિયન યુવતી અનાસ્તાસિલા આર્માશકીનાનો પણ સમાવેશ થાય છે, જે ઓરી અને તેના મિત્રો સાથે કટરા આવી હતી. આ સમગ્ર મામલે ઓરી તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી. 15 માર્ચે, ઓરીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. જેમાં તે એક ખાનગી હોટલમાં તેના મિત્રો સાથે પાર્ટી કરતો જોવા મળ્યો હતો.

જમ્મુ અને કાશ્મીર પોલીસે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે આ તમામ 8 લોકો સામે ‘કાયદાનું ઉલ્લંઘન’ કરવા બદલ FIR નોંધવામાં આવી છે. ઉપરાંત લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ એક ટીમ તેમની ધરપકડ કરશે. કટરા પોલીસને 15 માર્ચે ફરિયાદ મળી હતી કે એક હોટલમાં રોકાયેલા કેટલાક મહેમાનો હોટલ પરિસરમાં નિયમોનું ઉલ્લંઘન કરીને દારૂ પીતા જોવા મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *