ગોંડલ રોડ પર વાવડી રોડ પર મહમદી બાગ સોસાયટીમાં રહેતા અને કટારિયા ઓટોમોબાઇલ્સ નામે કારના શો-રૂમમાં મેનેજર તરીકે નોકરી કરતા અનવરભાઇ ફારૂકભાઇ મિનિવાડિયાએ તેની ઓફિસમાં સેલ્સ લીડર તરીકે કામ કરતો અને મોરબી રોડ પર રહેતો જય અશોકભાઇ ડોડિયા સામે ફરિયાદ કરી હતી.
ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેની ઓફિસમાં સેલ્સ લીડર તરીકે કામ કરતો જય ડોડિયા આઠેક માસથી નોકરી કરતો હોવાનું અને તે કારનું વેચાણ કરવાનું કામ કરતો હોય. શો-રૂમમાં નવી કાર આવે ત્યારે ગ્રાહકોને ડાઉન પેમેન્ટ અને બુકિંગના પૈસા માટે ફોન કરતો હોય ગ્રાહક દર્શનભાઇ દિલીપભાઇ જોગડિયાએ તમારી કંપનીમાં નવી કારની ખરીદી કરવા આવ્યા હતા ત્યારે જય ડોડિયાને બુકિંગના 45 હજાર આપ્યા હતા અને પાવતી બીજા દિવસે લઇ જવાનું કહ્યું હતું અને બીજા દિવસે આવી રૂ.1.47 હજાર જયને ડાઉન પેમેન્ટના આપ્યા હતા. જેમાં તેને કેશિયર લંચમાં ગયા હોવાનું જણાવ્યું હતું અને તમારી પાવતી વોટ્સએપમાં મોકલી આપવાનું કહ્યું હતું. બાદમાં બીજા ગ્રાહક રાહુલભાઇ ભેસાણિયા પાસેથી પણ બુકિંગ પેટે 50 હજાર અને રૂ.1.49 લાખ ડાઉન પેમેન્ટ લીધા હતા અને ત્રીજા ગ્રાહક ચેતનભાઇ વોરા પાસેથી બુકિંગના 51 હજાર મળી કુલ રૂ.4.42 લાખ કાર બુકિંગના લઇ અને 55 હજાર જમા કરાવી રૂ.3.87 લાખની રોકડ લઇ છેતરપિંડી કર્યાનું જણાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.