રાજકોટના વોર્ડ ઓફિસરો, નાયબ એન્જિનિયર, નાયબ આરોગ્ય અધિકારીઓની કાર સુવિધા બંધ થશે

રાજકોટ મનપા દ્વારા ખર્ચ ઘટાડવા નવા નાણાકીય વર્ષથી મહત્વનો ફેરફાર કરાઈ રહ્યો છે. જે અંતર્ગત હવે આવતીકાલ 1 એપ્રિલથી મનપાનાં 17 વોર્ડ ઓફિસરો, નાયબ એન્જિનિયર, નાયબ આરોગ્ય અધિકારીઓની કાર સુવિધા બંધ કરવામાં આવનાર છે. ચાલુ નાણાકીય વર્ષનાં બજેટમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને કાર દરખાસ્તને મૂકી હતી. જે મુજબ 17 વોર્ડમાં કુલ 17 ગાડી અને 3 નાયબ આરોગ્ય અધિકારીઓની ગાડી એમ કુલ 20 કાર બંધ કરી દેવામાં આવશે. અધિકારીઓની કારની સુવિધા બંધ થતાં મનપાને લાખો રૂપિયાની બચત થશે.

રાજકોટ મનપાને વાર્ષિક 64.80 લાખની બચત થશે તાજેતરમાં મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2025-26 માટે રૂપિયા 3118.28 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં વાર્ષિક ખર્ચને ઘટાડવા માટેની જોગવાઈઓ કરાઈ હતી. જે પૈકી અધિકારીઓની કાર સુવિધા બંધ કરવાના નિર્ણયનો અમલ આવતીકાલથી જ શરૂ કરવામાં આવશે હાલ મનપા દ્વારા 17 વોર્ડ ઓફિસરો સહિત 20 જેટલી જેટલી ગાડીને બંધ કરી દેવામાં આવશે. મનપાને દરેક કાર દીઠ માસિક રૂ. 27,000 જેટલું ભાડું ચૂકવવું પડતું હતું. એટલે કે 20 કારનું માસિક 5,40,000 અને વાર્ષિક રૂ. 64.80 લાખની બચત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *