કેનેડાના વિપક્ષી નેતાએ કહ્યું- PM ટ્રુડો ધૂની માણસ છે

કેનેડાના વિપક્ષી નેતા પિયરે પોલિવરે વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોને ધુની ગણાવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મંગળવારે કેનેડાની સંસદ હાઉસ ઓફ કોમન્સમાં ડ્રગ ઓવરડોઝને રોકવાના મુદ્દા પર ચર્ચા થઈ રહી હતી.

આ દરમિયાન કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા પિયરે પોતાના ભાષણમાં કહ્યું હતું કે, ધુની વડાપ્રધાન દ્વારા બનાવવામાં આવેલી આ નીતિમાંથી આપણે ક્યારે છૂટકારો મેળવીશું? આ પછી, કેનેડાની સંસદના સ્પીકર ગ્રેગ ફર્ગ્યુસે પોલિવરને ચાર વખત તેમનું નિવેદન પાછું ખેંચવા કહ્યું.

તેમણે પિયરના શબ્દોને બિનસંસદીય ભાષા તરીકે જાહેર કર્યા. જોકે, પોલિવરે સ્પીકરની વાત સાંભળી ન હતી. તેમણે ધુનીની જગ્યાએ કટ્ટરપંથી શબ્દનો ઉપયોગ કરવાનું પસંદ કર્યું.

આ પછી સ્પીકર ગ્રેગે કહ્યું, “તમે સ્પીકર પદનું અપમાન કરી રહ્યા છો. હું તમને આજના આખા સત્ર માટે સંસદ છોડી દેવાનો આદેશ આપું છું.” આ પછી વિપક્ષી નેતાએ તેમની પાર્ટીના સાંસદો સાથે હાઉસ ઓફ કોમન્સમાંથી વોકઆઉટ કર્યું. સંસદ છોડ્યા બાદ પણ પોલિવરે સોશિયલ મીડિયા પર પોતાનું નિવેદન દોહરાવ્યું હતું.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટ્રુડો અને પોલિવર વચ્ચે સારા સંબંધો નથી. ટ્રુડો વિપક્ષી નેતાને કટ્ટરપંથી અને ટ્રમ્પ સમર્થક ગણાવે છે. મેંગ્લોરની ઘટના બાદ તેમણે કહ્યું, “પોલિવરે જમણેરી સમુદાય સાથે ઘણો સમય વિતાવે છે. આ કેનેડાના લોકો અને લોકશાહી માટે ખતરો છે. આ જવાબદાર નેતૃત્વની નિશાની નથી.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *