સીએ ફાઈનલની પરીક્ષા ત્રીજી અને ઇન્ટરની ચોથી સપ્ટેમ્બરથી લેવાશે

સીએ ફાઉન્ડેશન, સીએ ઇન્ટરમીડિયેટ અને સીએ ફાઇનલ પરીક્ષાઓ 3 થી 22 સપ્ટેમ્બર, દરમિયાન યોજાશે. સીએ પરીક્ષા સપ્ટેમ્બર 2025 ભારતના 100થી વધુ શહેરોમાં અને વિદેશના 9 શહેરોમાં યોજાશે. ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા-ICAI દ્વારા સપ્ટેમ્બર મહિનાની CA ઇન્ટરમીડિયેટ અને ફાઈનલની પરીક્ષાનો એડમિટ કાર્ડ જાહેર કર્યા છે.

પરીક્ષામાં હાજરી આપનાર તમામ ઉમેદવારોને સૂચના અપાઈ છે કે, તેઓ તાત્કાલિક વેબસાઇટ પર જઈને પોતાનો એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી લે. આ ડાઉનલોડ કરવા માટે ICAIની અધિકારીક વેબસાઇટ પર જઈને CA Self Service Portal (SSP) પર ક્લિક કરો, જે પછી ‘ઇન્ટરમીડિયેટકે ફાઈનલ એડમિટ કાર્ડ’ લિંક પસંદ કરો અને બાદમાં SSP ID અને પાસવર્ડથી લૉગિન કર્યા પછી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરીને પ્રિન્ટ રાખી લેવી. પરીક્ષા માટે એડમિટ કાર્ડ ફરજિયાત છે. જે વિના વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. એમાં પરીક્ષા ઉમેદવારનું નામ, રોલ નંબર, પરીક્ષાનું નામ, સત્ર, પરીક્ષા તારીખો, રિપોર્ટિંગ સમય અને મહત્ત્વપૂર્ણ સૂચનો સમાવાયા છે.

સીએની જુદી-જુદી પરીક્ષા માટે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારીમાં લાગ્યા છે. આઇસીએઆઇએ તાજેતરમાં જ એડમિટ કાર્ડ પણ જાહેર કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *