ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટર્ડે એકાઉન્ટન્સની સીએ ફાઈનલની પરીક્ષાનું પરિણામ ગત મોડી રાતે જાહેર થયું હતું. આ પરીક્ષાના પરિણામમાં દેશના 50 વિદ્યાર્થીઓની હરોળમાં વડોદરાનાં 5 અને અમદાવાદના 2 વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે. આ ઉપરાંત વડોદરામાં ફ્રૂટ્સની લારી ચલાવનારની દિકરીએ 10 વર્ષની મહેનત અને 20 ટ્રાયલ બાદ CA ફાઈનલની પરીક્ષા કરી છે. જ્યારે 29મો રેન્ક મેળવનાર તીર્થે ફસ્ટ ટ્રાયલે એકઝામ ક્રેક કરી છે.
‘પેપર આ વખતે અઘરા પૂછાયા હતા’ ICAI ના સેન્ટ્રલ કાઉન્સિલર મેમ્બર પુરુષોત્તમ ખંડેલવાલે જણાવ્યું હતું કે, પેપર આ વખતે અઘરા પૂછાયા હતા. જે લોકો સંપૂર્ણ તૈયારી સાથે ગયા હતા તે લોકો જ આ વખતની પરીક્ષામાં પાસ થયા છે. જે લોકો સંપૂર્ણ તૈયારી સાથે ગયા ન હતા તે લોકો પાસ થયા નથી. થીયરીકલ નોલેજ જે લોકો પાસે હતું તે લોકો પાસ થયા છે.
ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) દ્વારા જાન્યુઆરી-2026માં લેવામાં આવેલી CA ફાઇનલ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે પરિણામ ગયા વર્ષ કરતા ઘણું ઓછું આવ્યું છે. છતાં અમદાવાદ સેન્ટરના બે વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા રેન્કર્સ લિસ્ટમાં સ્થાન મેળવી શહેરનું ગૌરવ વધાર્યું છે. જેમાં હર્ષ હિમાંશુભાઈ સોનારાએ ઓલ ઇન્ડિયા 9મો રેન્ક મેળવ્યો છે તો નમિષ ગૌતમ શાહે ઓલ ઇન્ડિયા 27મો રેન્ક પ્રાપ્ત કર્યો છે.